હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
વિશ્વ માછીમારી દિવસની ઉજવણી નિમિત્તે વેરાવળ કોલેજ ઓફ ફિશરીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યુ ટ્યુબ લાઈવ ઉપર દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગને સંબધિત બાબતો કે જેમાં વિશ્વ મહાસાગર દિવસનું મહત્વ, મત્સ્યધ્યોગ સંરક્ષણ, ટકાઉ માછીમારી માટેની વ્યવસ્થા, દરિયાઈ મત્સ્યોદ્યોગ પર જુવેનાઇલ ફિશિંગથી થતી અસર અને દરિયાઈ પ્રદૂષણ વિશે અલગ અલગ વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
કાર્યક્રમના મુખ્ય વક્તા પ્રિન્સિપાલ, કોલેજ ઓફ ફિશરીઝ ડો. એસ.આઈ.યુસુફજાઇ અને ડો. જીતેશ સોલંકી દ્વારા વિશ્વ મહાસાગર દિવસ મહત્વ વિષે સુંદર ઉદબોધન તથા ટકાઉ અને સુવ્યવસ્થિત માછીમારી માટેની વ્યવસ્થા વિષે અને માછીમારી દરમિયાન સમુદ્રની સાર સંભાળ વિષે તેમજ પોરબંદર માછીમાર બોટ એશોસીએશન પોરબંદર પ્રમુખશ્રી મુકેશ પાંજરી દ્વારા પણ દરિયાઈ મત્સ્યોદ્યોગ પર જુવેનાઇલ ફિશિંગથી થતી અસર તથા દરિયાઈ પ્રદૂષણને અટકાવવાના સુચનો આપવામાં આવ્યા હતાં. જ્યારે થિમેટિક એક્સપર્ટ ફિશરીઝ, રિલાયન્સ ફાઉન્ડેશનના અમિત મસાણીએ ટેકનૉલોજી દ્વારા માછીમારી સેવાઓ વિષે જણાવવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ ગજેરા દ્વારા કરવામાં આવ્યું હતું. વિશ્વ માછીમારી દિવસ અંતર્ગત યુ ટ્યુબ લાઈવ ઉપર અલગ અલગ વિષયોને કેન્દ્રમાં રાખી વિષય નિષ્ણાતો દ્વારા સફળ પ્રયાસ કરવામાં આવેલ. જેને ગુજરાતભરના સાગરખેડૂ મિત્રોએ આ જીવંત પ્રસારણ નિહાળ્યુ હતું.