હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહ નિમિતે બહુમાળી ભવનનાં મિટિંગ હોલ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ૨૫ જેટલી આંગણવાડી કાર્યક્રર અને ૨૫ જેટલી આશાવર્કર બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની ખંત પૂર્વકની કામગીરીઓને બિરદાવવામાં આવી હતી.
જેમાં મહિલા બાળ અધિકારી કિરણબેન મોરીયાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી અશોકભાઈ પટેલ, આઈ.સી.ડી.એસ.શાખા કચેરી અધિક્ષક દિપ્તીબેન વ્યાસ, આઈ.સી.ડી.એસ.ના મુખ્યસેવિકા, ૧૮૧ માંથી કાઉન્સેલર, સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલર, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર કનીજબેન કુરેશી, રીનાબેન વાધેલા તેમજ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ વિમેનના ડિસ્ટ્રીકટની ટીમ કાર્યક્રમમાં હાજરી આપી વિવિધ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી.