વન વિભાગની લુણાવાડા રેંજ દ્વારા જેથરીબોર ખાતે વળતર વનીકરણ યોજના કેમ્પ હેઠળ થયેલ કામગીરીની મુખ્ય વન સંરક્ષક વડોદરાએ લીધી મુલાકાત

હિન્દ ન્યુઝ, મહિસાગર

પર્યાવરણની સમતુલાની જાળવણી અને વનોનું રક્ષણ તેમજ સંવર્ધન વિકાસ માટે જરૂરી છે ત્યારે મુખ્ય વન સંરક્ષક વડોદરા વન વિભાગના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં આવેલ જંગલ વિસ્તારના બોડા ડુંગરો પર વનીકરણની કામગીરી અંતર્ગત વળતર વનીકરણ યોજના કેમ્પા હેઠળ જિલ્લા વન વિભાગની લુણાવાડા રેંજ દ્વારા જેથરીબોર ખાતે વર્ષ ૨૦૨૩-૨૪ માં ૫૦ હેકટર વિસ્તારમાં ૩x3x3 વાવેતર અંતરે વિવિધ પ્રકારના ભુમિ ભેજ સંરક્ષણના કામો હાથ ધરવામાં આવ્યા છે. તેમા ૫૫,૫૫૦ કણજ, ગરમાળો, કરમદા, સાગ, વાંસ અને બેડા જેવા રોપાઓનું વર્મી કમ્પોસ્ટ ખાતર સહિત જમીનના પોષક તત્વો સાથે વાવેતર કરવામાં આવ્યું છે. જેની મુલાકાત મુખ્ય વન સંરક્ષક વડોદરાના ર્ડો.અંસુમન શર્માએ લીધી હતી અને થયેલ કામગીરી સમીક્ષા કરી સંતોષ વ્યકત કર્યો હતો. આ મુલાકાત સમયે નાયબ વન સંરક્ષક નેવીલ ચૌધરી અને રેંજ ફોરેસ્ટ ઓફિસર વી એન હારેજા સહિત લુણાવાડા રેંજના વન કર્મીઓ ઉપસ્થિત રહયાં હતા.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર

Related posts

Leave a Comment