ભાવનગરની સમરસ કુમાર છાત્રાલય ખાતે યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરની સમરસ કુમાર છાત્રાલય ખાતે તા. ૧૭ જૂનથી યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

૨૧ જુન વિશ્વ યોગ દિવસ” “વસુધૈવ જનમ ની થીમ આધારિત વર્ષ- ૨૦૨૩-૨૪માં વૈશ્વિક ઉજવણી થઈ રહી છે ત્યારે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંકલનથી સમરસ કુમાર છાત્રાલય-ભાવનગર ખાતે તા: ૧૭/૦૬/૨૦૨૩ થી સાપ્તાહિક યોગ દિન ઉજવણી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જેમાં સમરસ છાત્રાલયના અલગ અલગ જગ્યાઓ જેવી કે મિટિંગ હોલ, એમ્પીથીયેટર, રમત ગમત મેદાન વગેરેનો ઉપયોગ કરી “યોગ” ની અલગ અલગ થીમ આધારિત યોગાસન વિદ્યાર્થીઓને કરાવામાં આવશે જેમાં આજે “કોમન યોગ પ્રોટોકોલ” થીમ પર યોગાસન “એમ્પીથીયેટર” ખાતે કરવામાં આવેલ જેમાં ગુજરાત યોગ બોર્ડના ટ્રેનર રિધ્ધીબેન ભટ્ટ દ્વારા “યોગ” વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી અને દૈનિક જીવનમાં શારીરિક અને માનસિક રીતે “યોગ” દ્વારા સ્વસ્થ કઈ રીતે રહી શકાય તે અંગે વિદ્યાર્થીઓને સમજ આપી તેમજ ટ્રેનર રમેશભાઈ દ્વારા વિદ્યાર્થીઓને “કોમન યોગ પ્રોટોકોલ” થીમ મુજબ કરાવવામાં આવેલ. આ “યોગ દિવસની” ઉજવણીમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

Related posts

Leave a Comment