જામનગરના કલેકટર અને એસ.પી. ના કાર્ય ને બિરદાવતી ‘હિન્દુ સેના’

હિન્દ ન્યુઝ, જામનગર

        જામનગરમાં છેલ્લા ઘણા સમયથી અનેક એવા પ્રશ્નો ગુચવાયેલા છે. જેને જળમૂળથી ઉખાડવા કોઈ જાબાઝ અધિકારી દ્વારા જ શક્ય છે. ત્યારે તાજેતરમાં જ શિક્ષણને બાધા રૂપ અવેધ કબજો કરેલ જગ્યાને જામનગરના એસ.પી.ના માર્ગદર્શન અને કલેક્ટરનાં હુકમથી સજુબા કન્યા શાળામાં જે કાર્યવાહી કરવામાં આવી તે પ્રશંસા લાયક છે. અનેક અફવાઓ અને શિક્ષણમાં કાયમી બાધા રૂપ એવી જગ્યાનું ડીમોલેશન કરી સરકારી તંત્ર એ ફરી એક વખત પોતાની ઉમદા કામગીરી બતાવી છે જે ધન્યવાદને પાત્ર છે. ઘણા સમયથી અનેક એવા પ્રશ્નોને લઈ હિન્દુ સેના આગળ વધી રહી છે, જેમાં વાસ્તવિકતા અને સત્યતા સાથે તંત્ર દ્વારા તપાસ થાય છે અને સચોટ કાર્ય પણ થતું હોય છે, ત્યારે હિન્દુ સેના આ સરકારી તંત્રના આભાર સાથે કામગીરીને વધાવી રહ્યા છે. આવતા સમયમાં અનેક પ્રશ્નો માં યોગ્ય તપાસ કરી આવી જ કામગીરી સરકારી તંત્ર દ્વારા થતી રહે તેવી ‘હિન્દુ સેના’ માંગણી સાથે આશા વ્યક્ત કરે છે.

રિપોર્ટ : પ્રતીક ભટ્ટ, જામનગર

 

 

Related posts

Leave a Comment