ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ દિવસમાં કુલ ૧,૩૩,૧૭૦ બાળકોને પોલીયોની રસી પીવડાવી સુરક્ષિત કરાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

         ગીર સોમનાથ જિલ્લામાં સ્પેશિયલ ઇમ્યુનાઈઝેશન અંતર્ગત  પોલિયો રાઉન્ડના કુલ ત્રણ દિવસમાં ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોની રસી આપવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન બરૂઆના જણાવ્યાનુસાર ગીર સોમનાથ જિલ્લામાં ૨૮,૨૯ અને ૩૦ મે એમ ત્રણ દિવસમાં તમામ તાલુકાના વિવિધ ગામોના પેટા કેન્દ્રો પર કુલ ૧,૩૩,૧૭૦ બાળકોને પોલિયોની રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે.

પોલિયો નાબૂદી ઝૂંબેશ અંતર્ગત સિવિલ હોસ્પિટલ વેરાવળ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કોડિનાર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર તાલાલા, પેટા આરોગ્ય કેન્દ્ર જોબ, પેટા આરોગ્ય કેન્દ્ર ડાભોર, UHC હરસિદ્ધિ વેરાવળ ઉપરાંત વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉના, તાલાળા અને ગીરગઢડા તાલુકા હેઠળના વિવિધ ગામોમાં તા. ૨૮,૨૯ તથા તા.૩૦એ બાળકોને પોલિયો રસી આપવામાં આવી હતી. આ રીતે બાળકોને શિશુ લકવાથી સુરક્ષિત કરીને આરોગ્ય વિભાગે રાજ્ય-રાષ્ટ્ર સહિત વિશ્વને પોલીયો રોગથી મુક્ત કરાવવા તરફ ખુબ જ સરાહનીય કામગીરી કરી હતી.

Related posts

Leave a Comment