G20 ડેલિગેશનની સોમનાથ મુલાકાત અંગે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે સમિક્ષા મીટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

       G20 મિટિંગના ભાગરૂપે તારીખ ૧૮-૧૯/૦૫/૨૦૨૩ના રોજ દિવ ખાતે Science-20 મિટિંગ યોજાનાર છે. જે અન્વયે G20 ડેલિગેશન સોમનાથ મંદિરે દર્શન માટે પધારનાર છે. જેના સુચારૂ આયોજન તેમજ અમલીકરણ માટે ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને સમિક્ષા મીટિંગ યોજાઈ હતી.

જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ ટૂર લાઈઝનમંદિર દર્શનટ્રાન્સપોર્ટેશન અને વાહન વ્યવસ્થાસફાઈ વ્યવસ્થાવીજ વ્યવસ્થાપાર્કિંગ સ્થળની વ્યવસ્થાઆરોગ્યલક્ષી સેવાઓ સહિતની જરૂરી એવી તમામ આવશ્યક સેવાઓ અંગે માઇક્રોલેવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયા એ સંબંધિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓને વ્યવસ્થા અને આયોજન વિશે માર્ગદર્શિત કર્યા હતાં અને આ મિટિંગમાં G20 ડેલિગેશનના સોમનાથ મંદિરે દર્શન અંગે સુચારૂ વ્યવસ્થા ગોઠવાય તે અંગે આયોજન હાથ ધરાયુ હતું.

આ મિટિંગમાં પ્રાંત અધિકારી કે.વી.બાટીજિલ્લા આરોગ્ય અધિકારી અરૂણ રૉયકાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણાનાયબ કલેક્ટર જાની, ભૂમિકા વાટલિયાજિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વાજાપુરવઠા અધિકારી રાહુલ ગમારાસોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

Leave a Comment