સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની પ્રદર્શનીમાં પ્રાચીન લખાણ અંગે રસપ્રદ વિગતો મેળવી રહ્યા છે પ્રવાસીઓ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

             ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથો કઈ રીતે લખાયા હશેઝાડની છાલ માંથી ભોજપત્ર કઈ રીતે બનતા હતાએવી કઈ શાહી વપરાતી હતી કે 1000 વર્ષ સુધી લખાણ નષ્ટ થતું ન હતુંઆ બધી રસપ્રદ માહિતી સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત સોમનાથ મંદિર નજીક બનાવાયેલા પ્રદર્શનની ડોમ કાર્યક્રમના સ્થળે પ્રવાસીઓ મેળવી રહ્યા છે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત વિવિધ યુનિવર્સિટી ની પ્રદર્શની આયોજિત કરવામાં આવી છે. ગઈકાલે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ યુનિવર્સિટીના વિવિધ સ્ટોલ ની મુલાકાત લીધી હતી.

 જેમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા એ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રાચીન સાહિત્યના લખાણ અને કઈ રીતે પ્રાચીન સમયમાં સાહિત્ય લખાતું હતું તેમજ યજ્ઞ ની વિવિધ ચીજ વસ્તુઓ કઈ રીતે બનાવવાતી હતી તે તમામ ચીજ વસ્તુઓના તમિલ- અંગ્રેજી- હિન્દી માં નામો સહિતની પ્રદર્શનની નિહાળી રસપ્રદ વિગતોથી તેઓ વાકેફ થયા હતા

  સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ડો.લલિત પટેલે જણાવ્યું હતું કે તાડ સહિતના ઝાડની છાલ માંથી બનાવતા ભોજપત્ર પર પ્રાચીન સમયમાં સાહિત્ય લખાતું અને તે 1000 વર્ષ સુધી નષ્ટ થતું ન હતું. કઈ પ્રકારનું આ મટીરીયલ હતુંતેમજ શાહી કઈ રીતે બનતી હતીઆ અંગે રસપ્રદ અભ્યાસ કરીને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ આ પ્રકારની શાહી બનાવી કેટલીક પ્રાચીન વસ્તુઓનું પણ પ્રતિકાત્મક સંયોજિત નિર્માણ કરી સંસ્કૃત લેખની અંગેની વિગતો સ્ટોલમાં પ્રદર્શિત કરી છે અને આ બધી વસ્તુ જીવંત રહે તે માટેના પણ પ્રયાસો પણ કર્યા છે.

Related posts

Leave a Comment