હિન્દ ન્યુઝ, ભાવનગર
સંસ્કૃત ભાષા સાથે એમ.એ. બી.એડ., સંસ્કૃત ભાષાના વિદ્યાવાન અને સંસ્કૃતમાં શાસ્ત્રી અને આચાર્ય, શિક્ષાશાસ્ત્રી એવી ઉપાધિઓ પ્રાપ્ત કરનાર અને શ્રી સોલા ભાગવત વિદ્યાપીઠ (ગુરુકુળ પરંપરા)માં શિક્ષિત અને દીક્ષિત અને પોલીસમાં પહેલી ભરતી લોકરક્ષક તરીકે અને આજે સુરત ચોકબજાર પોલીસ સ્ટેશનમાં પી.સી.આર. વાનમાં જાહેર જનતાની સેવામાં કાર્યરત એવા પોલીસ કોન્સ્ટેબલ ચિંતનભાઈ રાજ્યગુરુએ એક વૃદ્ધ સજજન નાગરિક જે કૉઝવેમાં ડૂબી રહ્યા હતા, તેઓને બચાવવા માટે જાતે જ કોઝવેમાં કૂદી પડ્યા અને આખરે વૃદ્ધજનને બચાવી લીધા. ત્યારબાદ વૃદ્ધ સજજનના પૂરા પરિવાર જનોએ ભેગા મળી ચિંતનભાઈનું કુમકુમ અને અખંડ અક્ષતથી તિલક કરી અભિવાદન કર્યું હતું, અને આભાર ભાવ પ્રગટ કર્યો હતો.
વૃદ્ધ સજ્જનને બચાવ્યાની વાત જાણીને સુરતના જહાંગીરપૂરામાં આવેલાપૂજ્યશ્રી મોટા આશ્રમના સંચાલકોએ સમાજહિતમાં થતા સારા અને સાહસભર્યા કાર્યોને બિરદાવવા અને સેવા ભાવના કરનાર વ્યક્તિઓને પ્રોત્સાહન આપવાના પૂજ્યશ્રી મોટાના અભિગમ અને પરંપરા મુજબ અભિવાદન કરવું એવી આશ્રમની પરંપરા રહી છે, અને તેના ભાગરૂપે સન્માન અને પુરસ્કાર આપી સન્માન કરવું એવુ નક્કી કર્યું. ત્યારબાદ મે.ડિરેક્ટર શૈલેષભાઈ ગોટીએ પો.કોન્સ્ટેબલ ચિંતનભાઈને જાણ કરી.
મૂળ અગીયાળી તા.શિહોર જી.ભાવનગરના વતની એવા ચિંતનભાઈએ પૂજ્ય મોટા હરીઓમ આશ્રમ સંચાલક અને મેનેજીંગ ડિરેક્ટર શૈલેષભાઈ ગોટીને નમ્રતાપૂર્વક અને બે હાથ જોડીને કહ્યું કે, તમારા દ્વારા થતું સન્માન મારા માટે અમૂલ્ય છે. પણ કોઈ પણ પ્રકારના પુરસ્કાર માટે મને માફ કરશો. ક્યારેક હું પૂજ્ય શ્રી મોટાના આશીર્વાદ લેવા આશ્રમે આવીશ. હરી ઓમ આશ્રમના સંચાલકોને ચિંતનભાઈ પ્રત્યે વધુ માન આવ્યું અને ચિંતનભાઈની સેવા, કર્તવ્યનિષ્ઠા બદલ ધન્યવાદ પાઠવ્યા હતા.