રાજકોટ મહાનગરપાલિકાની ૦૪(ચાર) સંવર્ગની જગ્યાઓની ભરતી માટે લેખિત પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

હિન્દ ન્યુઝ, રાજકોટ
           રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલ હતી જેમાં (૧) ફીમેલ હેલ્થ વર્કર-૪૪, (૨) મેડીકલ ઓફિસર-૧૧, (૩) લેબ. ટેકનિશિયન-૦૭ અને (૪) ફાર્માસિસ્ટ-૦૪ જગ્યાઓ આમ કુલ-૦૪ સંવર્ગોની કુલ-૬૬ જગ્યાઓની લેખિત પરીક્ષા તા.૧૨/૦૩/૨૦૨૩ ના રોજ અલગ-અલગ સમય મુજબ રાજકોટ શહેરના કુલ-૧૨ પરીક્ષા કેન્દ્રો ખાતે લેવામાં આવી. આ ચારેય લેખિત પરીક્ષાના મળીને કુલ ઉમેદવારો-૮૨૪૨ નોંધાયેલ હતા, જે પૈકી ૩૭૩૯ ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષા આપવામાં આવેલ અને ૪૫૦૩ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહેલ.
           ઉમેદવારોને પરીક્ષા સમયના ૦૧(એક) કલાક પહેલા પરીક્ષા ખંડમાં સંપુર્ણ વિડીયોગ્રાફી કરીને એન્ટ્રી આપવામાં આવેલ તેમજ પરીક્ષા ખંડમાં મોબાઈલ, ઈલેક્ટ્રોનીક્સ ગેઝેટ, કેલ્ક્યુલેટર, અને સ્માર્ટ વોચ, સાથે લઈ જવા પર મનાઈ કરવામાં આવેલ.
 આમ, રાજકોટ મહાનગરપાલિકાની (૧) ફીમેલ હેલ્થ વર્કર, (૨) મેડીકલ ઓફિસર, (૩) લેબ. ટેકનિશિયન અને (૪) ફાર્માસિસ્ટની લેખિત પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે. આ પરીક્ષાઓની પ્રોવિઝનલ આન્સર કી મહાનગરપાલિકાની વેબસાઈટ પર આગામી સમયમાં મુકવામાં આવશે.

Related posts

Leave a Comment