કાયેમુલ ઈસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસ.પી મદ્રેસા બોયઝ અને એસ.પી. મદ્રેસા ગર્લ્સ હાઇસ્કુલ ના એસ.એસ.સી. અને એચ.એસ.સી.ના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, માંગરોળ – સુરત

કાયેમુલ ઈસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસ.પી મદ્રેસા બોયઝ અને એસ.પી. મદ્રેસા ગર્લ્સ હાઇસ્કુલ ના એસ.એસ.સી. અને એચ.એસ.સી.ના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારોહ તારીખ 2-3-2023 ને ગુરૂવારના રોજ અમારા શાળાના સેન્ટ્રલ હોલ ખાતે એસ.એસ.સી. અને એચ.એસ.સી. ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત તીલાવતે કુરાનથી માઆઝ ઉમર દ્વારા કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન શાળાના અંગ્રેજીના શિક્ષક રહીશ સૈયદ એ કર્યું હતું. અતિથિ વિશેષ તરીકે પધારેલા જી.આઇ.પી.સી.એલ. સંચાલિત ભારતીય વિદ્યાભવન એકેડમી ના આચાર્ય વૈભવ અગ્રવાલ નો સન્માન મેનેજિંગ ટ્રસ્ટી જનાબ ઈસ્માઈલ પટેલ પુષ્પગુચ્છ થી કર્યું હતું.

સંસ્થાના અન્ય ટ્રસ્ટીઓને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનવામાં આવ્યા હતા. સમારંભના અતિથિ વિશેષ વૈભવ અગ્રવાલ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં એસ.એસ.સી અને એચ.એસ.સીના વિદ્યાર્થીઓને પાસ થવા માટેની અનેક ફોર્મ્યુલા આપી હતી. હું કરી શકું છું, મારાથી થઈ શકે છે આવો આત્મવિશ્વાસ વિદ્યાર્થીઓમાં જગાડ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેઓમાં જોશ પૂર્યો હતો. ત્યારબાદ GM પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ દ્વારા એક સુંદર નાટક રજૂ કરાયું હતું . પ્રેરક પ્રવચન શાળાના શિક્ષક સોહેલ ખાન પઠાણ તેમજ શ્રીમતી રોઝીના પ્રવિન શેખ એસુંદર પ્રવચન આપ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા અને વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાને ભેટ અર્પણ કરવામાં આવી હતી જેનો સ્વીકાર બંને શાળાના આચાર્યઓએ કર્યો હતો. એસ.પી. મદ્રેસા હાઈસ્કૂલ ના આચાર્ય જનાબ એસ.એમ. લિલગર તથા એસ.પી. મદ્રેસા ગર્લ્સ હાઇસ્કુલ ના આચાર્ય નજમૂન નિશાબેને વિદ્યાર્થીઓને આશીર્ વચન આપ્યાં હતા. વિદ્યાર્થીઓના પ્રતિભાવોમાં રાવત આદિલ ઇલ્યાસ અને ઋત્વી ડી. પટેલે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. અંતે એસ.પી મદ્રેસા ગર્લ્સ ના કોમર્સના મેડમ જાગૃતિબેન વાંસીયા એ આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક માહોલમાં સમાપ્ત થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સુપરવાઇઝર પઠાણ ફિરદોશખાને કર્યું હતું.

રિપોર્ટર : આસિફ બેલીમ, માંગરોળ – સુરત

Related posts

Leave a Comment