શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિરે બટુક ભોજન કરાવ્યા આશ્રમ નાં પુરુષોત્તમદાસ બાપુ તેમજ દ્વારકાદાસ બાપુ નું સન્માન કરતી હિન્દુ સેના

હિન્દ ન્યુઝ, જામનગર

     જામનગર ના લાલપુર બાયપાસ થી કાલાવડ બાયપાસ વચ્ચે આવેલા શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા એક વર્ષથી પરમ પૂજ્ય સ્વામી શ્રી રામેશ્વરાનંદજી ના આશ્રમે દર સુદ બીજના દિવસે બપોરના સમયે બટુક ભોજન કરાવાઈ છે. જે છેલ્લા એક વર્ષથી બટુક ભોજન ની અવિરત પ્રવૃત્તિ ચાલી રહિ છે અને જેમાં 50 થી માંડી 200 બાળકો સુધી આ પ્રસાદીનો લાભ લેતા હોય છે.

     બીજના દિવસે હિન્દુ સેના ના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટની હાજરીમાં જામનગર જિલ્લા યુવા ઉપપ્રમુખ ધીરેન નંદા, શહેર પ્રમુખ દીપક પીલાઈ અને હિન્દુ સેના શહેરના વાલી શશીકાંતભાઈ સોનીએ આ આશ્રમને ધ્યાન રાખતા પુરુષોત્તમદાસ બાપુ તેમજ દ્વારકાદાસ બાપુ નું સન્માન હિન્દુ સેનાના સ્મૃતિચિન્હ થી કરવામાં આવેલ હતું. તેમ જ હિન્દુ સેના ના યોગેશ્વર દ્વીવેદીએ પૂજારીશ્રીનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સાથોસાથ આસપાસમાંથી આવતા બાળકોને પ્રસાદી આપી બટુક ભોજન કરાવી પુણ્ય કાર્યમાં સહભાગી બન્યા હતા અને આવતા સમયમાં બટુક ભોજન માંથી અન્નક્ષેત્ર ચાલુ થાય તેવી ભગવાન શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિરે બપોરની આરતી બાદ પ્રાર્થના કરી સ્વામી શ્રી રામેશ્વરાનંદજીના આશીર્વાદ લીધા હતા.

રિપોર્ટ : પ્રતીક ભટ્ટ (પ્રમુખ – હિન્દુ સેના)

Related posts

Leave a Comment