રાજકોટ શહેરમા 3 મહિના પહેલા ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવેલી દીકરી અંબાની રાજકોટ પોલીસ કમિશનરે મુલાકાત લીધી

રાજકોટ,

રાજકોટમાં ૮/૬/૨૦૨૦નાં રોજ 3 મહિના પહેલા બિનવારસી હાલતમાં ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં એક દીકરી મળી આવી હતી. જે દીકરીનું નામ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અંબા પાડ્યું હતું અને તેઓ આ દીકરીની તમામ સાર સંભાળ હજુ સુધી લઈ રહ્યાં છે અને આગળ પણ આ દીકરીની સંભાળ લેવા માટે સુચના આપી છે. દીકરી અંબા અત્યારે બાલાશ્રમમાં છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, JCP ખુર્શીદ અહેમદ અને DCP પ્રવીણ કુમારની સુચના મુજબ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમની મુલાકાત ACP પૂર્વ રાઠોડ અને PI વી.કે.ગઢવીએ આ દીકરીની મુલાકાત લીધી હતી. આ તકે તેઓએ જણાવ્યું હતું કે સંસ્થાના ટ્રસ્ટી હરેશભાઈ વોરા, સુપ્રિન્ટેન્ડેન્ટ પલ્લવીબેન જોષી અને બાલાશ્રમનો સ્ટાફ અંબાની ખૂબ સારી રીતે દેખરેખ કરી રહ્યાં છે. અંબા બિલકુલ સ્વસ્થ છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા અંબાની તબિયત સારી ન હોવાથી તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી.

રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment