પી.એમ પોષણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કૂકીંગ કોમ્પિટીશન યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ

ગત તા.૨૮/૦૧/૨૦૨૩ના રોજ પી.એમ.પોષણ યોજના (એમ.ડી.એમ.) અંતર્ગત કચ્છ જિલ્લાના પી.એમ પોષણ યોજના (એમ.ડી.એમ.) માનદવેતન ધારકોની જિલ્લા કક્ષાની કૂકીંગ કોમ્પિટીશનનું આયોજન ભુજ પંચાયત પ્રાથમિક ગ્રુપ શાળા નં.૧૦, ઉમેદનગર રોડ, ભુજ-કચ્છ ખાતે કરવામાં આવેલ જેમાં પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)ના તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતિય આવેલ કુલ ૧૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધકોમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમના વિજેતા જાહેર કરવા માટે એક નિર્ણાયક કમિટિની રચના કરવામાં આવેલ. આ નિર્ણાયક કમિટી દ્વારા પ્રથમ ક્રમના વિજેતા તરીકે મીનાબેન કે. ધુવા (સંચાલક – ગાંધીધામ), દ્વિતિય ક્રમના વિશ્વના સંગાર જાયાદાબાનું નુરમામદ (સંચાલક – અબડાસા તાલુકો) અને તૃતિય ક્રમના વિજેતા જાદવ વૈશાલી રમેશ (સંચાલક – મુંદ્રા તાલુકા) ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ વિજેતાને રૂ.૧૦,૦૦૦/- દ્વિતીય વિજેતાને રૂ. ૫,૦૦૦ /-અને તૃતીય વિજેતાને રૂ.૩,૦૦૦/- ના ચેક તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ તેમજ અન્ય ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને પણ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવેલ. કુકીંગ કોમ્પિટીશનનું આયોજન  ડૉ. એમ.એમ. બરાસરા, નાયબ કલેકટર, પી.એમ.પોષણ યોજના(એમ.ડી.એમ.)ના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ, જેમાં દશરથભાઇ પંડયા, જિલ્લા પ્રોગ્રામ ઓફીસર, ભુજ, વી.એચ.બારહટ, મામલત્તદાર – સુજ (ગ્રામ્ય), કલ્પના એસ.ગોંદીયા, મામલતદાર -સુજ (સીટી), ભરતભાઇ પટોડીયા, બી.આર.સી. ભુજ, એન.વી.જોષી, નાયબ મામલતદાર, જે.એસ.સિંધી, નાયબ મામલતદાર,  યોગેશભાઇ જરદોશ, ગૃપ શાળા આચાર્ય તેમજ સમગ્ર મધ્યાહન ભોજન ટીમ સહિતના કર્મચારીઓ હાજર રહેલ તેમ (ડૉ.એમ.એમ.બરાસરા, G.A.S) IC, નાયબ કલેકટર મધ્યાહન ભોજન યોજના ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment