દિવ્યાંગ કાન્તાબેન વાઘજીયાણીએ જુસ્સાભેર મતદાન કરીને સૌને પ્રેરિત કર્યા

હિન્દ ન્યુઝ, ભુજ

          લોકશાહીને મજબૂત કરવા માટે અચૂક મતદાન કરવું તે સૌ નાગરિકોની ફરજ છે તેવું પોતાની જાતે મોટર સાઇકલ ચલાવીને માધાપરમાં સરસ્વતી પ્રાથમિક સ્કૂલના મતદાન મથક પર પહોંચેલા ૫૭ વર્ષના દિવ્યાંગ કાન્તાબેન વાધજીયાણીએ જણાવ્યું હતું. નાનપણમાં વિકલાંગતાનો ભોગ બનેલા કાન્તાબેન જણાવે છે કે, દરેક ચૂંટણીમાં હું જાતે જ મારી ગાડીથી મતદાન મથક સુધી પહોચું છું. જો રાજ્ય અને દેશને મજબૂત બનાવવો હશે તો દરેક નાગરિકે ચૂંટણી પર્વમાં ભાગીદાર બનવું પડશે. જો હું દિવ્યાંગ હોવા છતાં મતદાન કરવા ઉત્સાહભેર આવી શકતી હોઉં તો દરેક સશક્ત નાગરિકોએ પણ પ્રથમ ફરજ સમજીને મતદાન અવશ્ય કરવું જોઇએ.

Related posts

Leave a Comment