ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હથિયારબંધી અંગેનું જાહેરનામું

પરિણામ જાહેર થયા બાદ સાત દિવસ પછી પરવાનેદારને પરત કરવામાં આવશે જમા લેવાયેલ હથિયારો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

          ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ આદર્શ આચારસંહિતા સહ અને નિર્ભિક વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અને ચૂંટણી પંચની વખતોવખતની માર્ગદર્શીકાઓ અનુસાર ચૂંટણીઓ જાહેર થાય ત્યારબાદ ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે કરવા તરત જ પરવાનેદાર હથિયારો જમા લેવાની તથા મતગણતરી પુરી થયે પરિણામ જાહેર થયા બાદ એક અઠવાડિયા પછી જમા લેવાયેલ હથિયારો પરવાનેદારને પરત આપવાની સૂચના થયેલ છે. જે મુજબ અમલ કરવાનો રહેશે.

ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુસર ગીર સોમનાથ જિલ્લામાં આવેલ તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાકરક્ષણ તેમજ સ્વરક્ષણના પરવાના હેઠળના હથિયારો સંબંધકર્તા પરવાનેદાર પાસેથી જમા લેવા શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ-૨૨(૧)(૨)ની જોગવાઈ હેઠળ હુકમ કરવામાં આવે છે.

જે અનુસાર જમા લેવાયેલ શસ્ત્ર હથિયારો શસ્ત્ર નિયમો-૨૦૧૬ના નિયમ-૪૭ અને ૪૮ હેઠળ સંબંધિત પોલીસ સ્ટેશનમાં સલામત અને સુરક્ષિત રીતે રાખવાના રહેશે. જમા લીધેલ હથિયારની પહોંચ પરવાનેદારને આપવાની રહેશે તથા ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એટલે કે તા.૧૦/૧૨/૨૦૨૨ બાદ સંબંધિત પરવાનેદારને તેનું હથિયાર પરત આપવાનું રહેશે. જે હુકમ અત્રેના જિલ્લામાં નોંધાયેલ બેંક સંરક્ષણ અને અન્ય તમામ પ્રકારના સંસ્થાકિય પરવાનાઓને તેમજ ધોરણસર પરવાનગી મેળવેલ હોય તેવા પરવાનેદારને લાગુ પડશે નહીં. પોલીસ અધિક્ષકગીર સોમનાથનાઓએ આ હુકમ મુજબની અમલવારી કરાવવી તથા હથિયારો જમા લેવામાં આવે તથા પરત કરવામાં આવે ત્યારે પોલીસ સ્ટેશનવાઈઝ સંકલિત અહેવાલ  રજુ કરવાનો રહેશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જણાવાયું છે

Related posts

Leave a Comment