વિશ્વ વિદ્યાર્થી દિવસ’ના ઉપલક્ષ્યમાં ભાવનગરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે મતદાતા દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર

આજનો દિવસ ભારતમાં ’વિદ્યાર્થી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. એક સારો વિદ્યાર્થી જ દેશનું ભવિષ્ય બનાવી અને સજાવી શકે છે. તે કેવી રીતે દેશને આગળ લઇ જાય છે તેના આધારે જે- તે દેશની ઓળખ બનતી હોય છે. ત્યારે એક સશક્ત અને સારા સમાજના નિર્માણ માટે વિદ્યાર્થી જાગૃત હોય તે આવશ્યક છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તેમાં લોકો સક્રિયતાથી સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત તેમજ આજે ’વિશ્વ વિદ્યાર્થી દિવસ’ છે તેના ઉપલક્ષ્યમાં ભાવનગરની મેડિકલ કોલેજમાં તબીબી વિદ્યાર્થીઓમાં આ અંગેની જાગૃતિ લાવવામાં આવી હતી.

ભાવી તબીબો એવાં મેડિકલના વિદ્યાર્થીઓ સાચો લોકશાહીનો મર્મ સમજે તો તેઓ આગળ જતાં ઘણાં બધાં તેમના દર્દીઓમાં પણ તે અંગેની જાગૃતિ લાવી શકે છે. આ ઉપરાંત તબીબી વ્યવસાયને નોબલ વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. તબીબીનો ભગવાન પછીનો દરજ્જો આપવામાં આવે છે ત્યારે સમાજ તેમની વાત સુપેરે માને છે. તેથી તેઓ વચ્ચે આજે મતદાતા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક અને યુવાઓના પ્રેરણાસ્ત્રોત એવાં ડો. એ.પી.જે. અબ્દુલના જન્મ દિવસને યુ.એન. દ્વારા ’વિદ્યાર્થી દિવસ’ જાહેર કરવામાં આવેલ નથી. છતાં, ભારત દેશમાં કલામ એક સમર્પિત શિક્ષક તરીકે અને અન્ય કંઈપણ કરતાં પહેલાં તે ભૂમિકામાં પોતાની જાતને સૌથી આગળ રાખવાના સ્વભાવને કારણે તેઓ વિદ્યાર્થીઓમાં પ્રિય હતાં. એથી આજે ’વિદ્યાર્થી દિવસ’ તરીકે તેની ઉજવણી કરવામાં આવે તે વ્યાજબી છે. તેમના પ્રત્યેની ભાવના તેના દ્વારા વ્યક્ત થાય છે ત્યારે ભાવનગરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે મતદાર જાગૃતિ ઉપયુક્ત બની રહેશે.

અબ્દુલ કલામે કહ્યું હતું કે, “સ્વપ્ન, સ્વપ્ન, સ્વપ્ન, સપના વિચારોમાં પરિવર્તિત થાય છે અને વિચારો ક્રિયામાં પરિણમે છે.”

તેમણે વિખ્યાતપણે કહ્યું હતું કે, શિક્ષકો સમાજના ઘડવૈયા છે અને સમાજનું નિર્માણ ત્યારે જ થઈ શકે જ્યારે વિદ્યાર્થીઓ તેમના વિષયમાં નિપુણ બને. તેઓએ વિદ્યાર્થીઓને જીવન માટેનું વિઝન પૂરું પાડવું પડશે અને મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પણ કેળવવા પડશે. જેનો તેઓએ આગામી વર્ષોમાં અભ્યાસ કરવો જોઈએ.

તેમણે પોતાનું મોટા ભાગનું જીવન શિક્ષણ માટે સમર્પિત કર્યું હતું ત્યારે તેવાં પવિત્ર દિવસે તેમના પૂણ્ય સ્મરણ સાથે આજે ’વિદ્યાર્થી દિવસ’ ની સૌને શુભકામનાઓ.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો હકીમ ઝવેરી

Related posts

Leave a Comment