હિન્દ ન્યુઝ, ભુજ
અંજાર ખાતે નિર્માણ પામેલા વીર બાળક સ્મારકમાં હાલમાં ચાલી રહેલા તહેવારોની ઋતુને ધ્યાને લઇ, મ્યુઝિયમના પ્રવેશ શુલ્ક અને પાર્કીંગ ટીકીટ નવી સૂચના પ્રસિધ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી ઉઘરાવવામાં નહીં આવે. વીર બાળક સ્મારકની જાહેર જનતા તા.૦૫ ઓકટોબરથી મુલાકાત લઇ શકશે. સોમવાર સિવાય તમામ દિવસોના સ્મારકનો સમય સવારના ૧૦ કલાકથી રાત્રીના ૧૦ કલાક સુધી રહેશે. મ્યુઝિયમનો સમય સવારના ૧૦ થી સાંજે ૬.૩૦ કલાક સુધી તથા સોમવારે બંધ રહેશે તેવું ડિઝાસ્ટર શાખાની યાદીમાં જણાવાયું છે.