હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લાના રાધનપુર બનાસડેરી શીતકેન્દ્ર રાધનપુર ખાતે દુધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.રાધનપુર ખાતે બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી ની ઉપસ્થિતિ માં કાર્યકમ યોજાયો જેમાં દુધ ઉત્પાદક કરતા પશુપાલકો મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાધનપુર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પુવૅ ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, ડોક્ટર દેવજીભાઈ પટેલ, લેબાજી ઠાકોર તેમજ ભાજપના આગેવાનો બીજેપી કાર્યકર્તાઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલ પુવૅ ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર એ રાધનપુર વિધાનસભા ની અંદર હુ ચુંટણી લડવાનો મને પરણાવો અને વાવ વિધાનસભા માં શંકરભાઈ ચૌધરી ને પરણાવજો રાધનપુર વિધાનસભા માં અલ્પેશ ઠાકોર અને વાવ વિધાનસભા માં શંકરભાઈ ચૌધરી ભાજપના ઉમેદવાર તરીકે 2022 ની વિધાનસભા ની અંદર ચુંટણી લડીશુ બંને મદદરૂપ બનવા શંકરભાઈ ચૌધરી અને અલ્પેશ ઠાકોર એ રાધનપુર ખાતે યોજાયેલા દુધ ડેરી ના મહિલા સંમેલન મા જણાવ્યું હતું. સાથે સાથે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી જણાવ્યું કે પશુપાલકો માટે આધુનિક ટેકનોલોજી ટુંક સમયમાં લાવી રહ્યા છૅ તેવું બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી એ જણાવ્યું હતું.
રિપોર્ટર : અનિલ રામાનુજ રાધનપુર