હિન્દ ન્યુઝ, સાણંદ
સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ હેઠળ સાણંદ નગરમાં તિરંગા યાત્રા યોજાય હતી. તિરંગા માર્ચ કાર્યક્રમમાં શાળાના બાળકો તિરંગો લહેરાવી જયધોષ સાથે વીર શહીદોને યાદ કર્યા હતા. આ તિરંગા યાત્રા શાળાએથી નીકળી ઘોડાગાડી, મુખ્ય બજાર, મોચીબજારમાં થઇ દરબાર ગઢ, હોળીચકલા, ગોહેલશેરી ના માર્ગ દ્વારા નવાવાસથી શાળાએ યાત્રા પરત ફરી હતી.સાણંદ નગરજનોએ તિરંગાને પુષ્પ દ્વારા સ્વાગત કર્યું હતું. તથા પ્રાથમિક વિભાગના બાળકોએ એક પાત્ર અભિનય દ્વારા દેશભક્તિ, રાષ્ટ્રભક્તિ નો સંદેશ આપ્યો હતો. સંસ્થાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા તેમજ પ્રધાનાચાર્ય ડૉ. મનીષભાઈએ તિરંગા માર્ચને વધાવી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા
રિપોર્ટર : આસિફ પઠાણ, સાણંદ
