બોટાદ જિલ્લામાં પશુઓમાં ફેલાયેલાં લમ્પી વાયરસને નાથવા તંત્ર સુસજ્જ

હિન્દ ન્યુઝ, બોટાદ

રાજ્યભરમાં લમ્પી સ્કીન ડિસિઝને લઇને પશુપાલન વિભાગ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર બી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાના માર્ગદર્શન હેઠળ બોટાદ પશુપાલન વિભાગ અને મધુસુદન ડેરી દ્વારા પશુઓમા જોવા મળી રહેલ લમ્પી રોગને અટકાવવા માટે બોટાદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી પશુપાલન વિભાગની ૧૨ જેટલી ટીમો દ્વારા જિલ્લામાં લમ્પી વાયરસનો પ્રસાર અટકાવવા માટે રસીકરણની ઝુંબેશ તેજ કરી દેવામાં આવી છે.

જેના ભાગરૂપે બોટાદ જિલ્લાના ખમીદાણા અને પોલારપુર ગામમાં પશુઓને લમ્પી સ્કીન ડીસીઝનુ વેક્સીનેશન કરવામાં આવ્યું હતું. નિરોગી પશુઓમાં લમ્પી વાયરસનો પ્રસાર ન થાય તે માટે રસીકરણ તેજ કરવામાં આવ્યું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment