જામનગર જિલ્લા ના દડિયા ગામ ખાતે આજરોજ દડીયા ગ્રામ પંચાયત ભવન તેમજ તલાટી કમ મંત્રી નિવાસ નું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, જામનગર

જામનગર જિલ્લા ના દડિયા ગામ ખાતે આજરોજ દડીયા ગ્રામ પંચાયત ભવન તેમજ તલાટી કમ મંત્રી નિવાસ નું લોકાર્પણ કરવામાં આવ્યું ૧૪ લાખ ના ખર્ચે નવનિર્મિત પંચાયત ભવન નું લોકાર્પણ રાજ્ય ના કેબિનેટ કૃષિમંત્રી રાઘવજી ભાઈ પટેલ તેમજ રાજ્ય કક્ષા ના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ ના મંત્રી બ્રિજેશ મેરજા ના વરદ હસ્તે કરવામાં આવ્યું ત્યારે નવનિર્મિત અદ્યતન પંચાયત ભવન નિર્માણ કરવા બદલ ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ લખિયર ઉપસરપંચ જમનભાઈ આહીર, ગ્રામ પંચાયતના સભ્ય કમલેશભાઈ હરવરાતેમજ પંચાયત ના તમામ સભ્યો ને અભિનંદન પાઠવ્યા હતા આ તકે જિલ્લા પંચાયત જામનગર ના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, તાલુકા વિકાસ અધિકારી એન.એ.સરવૈયા, તાલુકા પંચાયત જામનગર ના પ્રમુખ હસમુખભાઇ ફાચરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


તાલુકા બ્યુરો ચીફ (જામનગર) :  અંકીત ગંઢા

Related posts

Leave a Comment