હિન્દ ન્યુઝ, સાણંદ
સોયલા ગામ ખાતે પર્યાવરણ જાળવણી ના હેતુ થી સોયલા ગ્રામપંચાયત ગાર્ડન નું નિર્માણ થવા જઈ રહ્યું છે તે જગ્યા પર પર્યાવરણ મિત્ર યોજના અંતર્ગત વુક્ષા રોપણ નો કાર્યક્રમ રાખવા મા આવેલ જેમાં ધારાસભ્ય કનુભાઈ વતી, કિરીટભાઈ તથા જિલ્લા સદસ્ય ભરતભાઈ ગોહેલ,તાલુકા સદસ્ય નરેશભાઈ પરમાર તથા સરપંચ વતી કિરણભાઈ વાઘેલા, હર્ષભાઈ વાઘેલા એવમ પંચાયત સદસ્ય તથા ગ્રામજનો, સ્કૂલ ના બાળકો ઉપસ્થિત રહ્યા પર્યાવરણ વિશે વુક્ષ જતન કરવું તે વિશે ચર્ચા કરવા મા આવી અને સૂત્રો પણ કરવા મા આવ્યા વૃક્ષો – આપણા મિત્રો,વૃક્ષો વાવો,જીવન બચાવો વૃક્ષ નું જતન, આબાદ વતન સરપંચ આ વૃક્ષો લાવાથી તે રોપવા સુધી જે જેમતેમ ઉઠાવેલ તે સેવાભાવી મિત્રો નો હદય થી આભાર વ્યક્ત કરેલ. આશરે ૫૦૦ છોડ લાવવામા આવેલ અને ગ્રામજનો ને પર્યાવરણમિત્ર યોજના અંતર્ગત તમામ ને જવબદારી આપવામાં આવી
રિપોર્ટર : આસિફ પઠાણ, સાણંદ