રાજુલા પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ધરણાં પ્રદર્શન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું

હિન્દ ન્યુઝ, રાજુલા

કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે પ્રજા ત્રસ્ત બનેલી છે. જેમાં મોંઘવારી,બેરોજગારી, વીજળી સહિત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલી છે. જયારે બીજી બાજુ નવયુવાનો માટે કેન્દ્ર સરકાર દ્વારા વગર વિચારે અને આયોજન વગર અગ્નિપથ યોજના જાહેર કરેલ છે. ત્યારે હંમેશની જેમ સત્ય અને પ્રજાને પડખે રહેવાની નીતિ અને વલણ ધરાવતો કોંગ્રેસ પક્ષ આવા સરકારના જન વિરોધી, નવયુવાનો વિરોધી નિર્ણયો સામે પ્રજાનો અવાજ બુલંદ કરે છે. ત્યારે રાજુલા શહેરમાં આવેલ પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પ્રાંત કચેરીનો ધેરાવો કરી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગી કાર્યકર્તાઓ ધરણા પર બેઠા હતાં. ત્યારે સરકાર સામે સુત્રોચ્ચાર કરાયા હતા. જેમાં કોંગ્રેસ ઝીદાબાદ, ભાજપ તાનાશાહી નહી ચલેગી નહી ચલેગી, અગ્નિપથ યોજના નાબૂદ કરો નાબૂદ કરો, સહીત અનેક સુત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. બહોળી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ ધરણા પ્રદર્શનમાં એકઠા થયા હતા. ત્યારબાદ રાજુલા પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી

રિપોર્ટર : સુભાષ સળખણા, રાજુલા

Related posts

Leave a Comment