ધ્રાંગધ્રા તાલુકા પોલીસે વસાવડા ચોકડી પાસેથી રીક્ષા ચોરને પકડી પાડ્યો ૬ રીક્ષાઓ ચોરીની કરી કબુલાત રીક્ષાચોરીનો પોલીસ ભેદ ઉકેલ્યો

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રા ડી.વાય‌.એસ.પી જેડી પુરોહિત ના માર્ગદર્શન તથા સુચનાઓથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોબેશનલ એ. એસ. પી.શિવમ્ વર્મા ની સુચનાઓથી પી.આઈ ટી.બી હીરાણી, પોલીસ કોન્સ્ટેબલ જગદીશ ભાઈ રમેશભાઈ, ધીરુભા પરમાર, વિજયસિંહ , બી‌એન ચાવડા, મંગીલાલ, કાળુભાઈ તથા મહાવીર સિંહ સહીતનો સ્ટાફ પેટ્રોલિંગમા હોય તે સમયે વસાવડા ચોકડી પાસેથી શંકાસ્પદ રિક્ષા સાથે આકાશ કાળુભાઈ થરેકીયા જાતે દેવીપૂજક અમદાવાદ વાળાને‌ પકડી પાડ્યો પોલીસે આકરી પુછપરછ કરતા આ સખ્સે ૬ ઓટો રિક્ષા ચોરી હોવાનુ કબુલતા પોલીસે ઈસમ પાસેથી ચોરી કરેલ ૬ ઓટોરિક્ષા જેની કિંમત રૂપિયા ૩,૯૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો આ સખ્સ દ્રારા અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી ઓટો રિક્ષા ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો માંથી નોંધાયેલ ચોરીની રિક્ષાઓ અંગેની માહિતી મેળવી તમામ રિક્ષા ચોરીના ગૂનાહોનો ભેદ ઉકલી કાઢ્યો હતો.

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment