હિન્દ ન્યુઝ, જામનગર
છોટી કાશી (જામનગર) આંગણે શ્રી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે પ્રદર્શન મેદાનમાં સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના વ્યાસપીઠે આયોજીત “શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહોત્સવ” નો બીજો દિવસ પણ ઉલ્લાસમય-ધર્મમય રહ્યો. આ વેળાએ જાડેજા પરિવાર દ્વારા સ્મૃતિભેટ આપીને તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. સર્વે મહેમાનો દ્વારા બીજા દિવસની પોથીજીની આરતી પણ કરવામાં આવી હતી.
ભાગવત સપ્તાહના બીજા દિવસે જામનગર જિલ્લાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યમંત્રી અને રાજકોટના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઇ મુંગરા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ વી.ડી. મોરી, પૂર્વસાંસદ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી, ક્ષત્રિય સમાજના અગ્રણી ભીખુભા વાઢેર, ક્ષત્રિય યુવા આગેવાન પી. ટી.જાડેજા, જામનગર શહેર બક્સી પંચ ના ઉપ્રમુખ તથા હિન્દ ન્યુઝ નાં જામનગર બ્યુરોચીફ અનિલભાઈ ધામેચા, ભાજપના પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા સહિતના સામાજિક-રાજકીય અગ્રણીઓ, સ્થાનિક પદાધિકારીઓ-હોદ્દેદારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી આ દિવ્ય કથા શ્રવણનો લાભ લીધો હતો.
બયુરોચિફ (જામનગર) : અનિલ ધામેચા