ગોંડલ નગર પાલિકા ના પ્રમુખ પદે ચાર્જ સંભાળતા જ ખુશ્બુબેન ગોપાલભાઈ ભુવા એ વિકાસ ના કામોની રફતાર તેજ કરી, વિકાસ ના કામો માટે ગોંડલ નગરપાલિકા ને 2.50 કરોડ નો ચેક અપાયો

હિન્દ ન્યુઝ, ગોંડલ

ગોંડલ નગરપાલિકાને વિકાસ કામો માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, ગાંધીનગર દ્રારા 2.50 કરોડનો ચેક અર્પણ કર્યો છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધીનગર ખાતે ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યની જુદી જુદી મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ સત્તા મંડળોને વિકાસ કામો માટે કરોડો રૂપિયાના ચેક અર્પણ કરાયા હતા. દરમિયાન ગોંડલ નગરપાલિકાને 2.50 કરોડનો ચેક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને શહેરી વિકાસ મંત્રી વિનોદભાઇ મોરાડીયાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજ રોજ ગોંડલ નગર પાલિકા ખાતે ગોંડલ ૭૩ વિધાનસભા પુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જયરાજસિંહ જાડેજા તેમજ ગોંડલ નગર પાલિકા પ્રમુખ ખુશ્બુબેન ગોપાલભાઈ ભુવા એ 2.50 કરોડ નો ચેક ચીફ ઓફિસર એ જે વ્યાસને અર્પણ કર્યો હતો આ તકે કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ શીતલબેન સમીરભાઈ કોટડીયા, બાંધકામ ચેરમેન ચંદુભાઈ ડાભી, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત, પૃથ્વીસિંહ જાડેજા સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર: આશિષ વ્યાસ, ગોંડલ

Related posts

Leave a Comment