હિન્દ ન્યુઝ, ભાવનગર
પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતા માટે મુસ્લિમ સમાજ દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં પાલિતાણા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા એમ એમ કન્યા વિદ્યાલય ખાતે સર્વરોગ નિદાન કેમ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ૨૦ જેટલા ડોક્ટરની ટીમ ખડેપગે રાખવામાં આવી હતી અને સારવાર કરી ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં આંખના રોગ ઓર્થોપેડિક વિભાગ હૃદય રોગ ચામડીના રોગ બાળરોગ સહિતના રોગના નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકામાં પણ બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પાલિતાણા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને લઇને મુસ્લિમ સમાજ ને ખુબ ખુબ અભિનંદન સ્થાનિક આગેવાનોએ પાઠવ્યા હતા.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી