આહવા ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળાને અપાયો આખરી ઓપ

હિન્દ ન્યુઝ, આહવા 

          આહવા ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળાને અપાયો આખરી ઓપ

રાજ્યના ગરીબ પરિવારોને આર્થિક રીતે પગભર કરવા તથા સહાયરૂપ બનવા માટે રાજ્યભરમા આયોજિત કરાયેલા ૧૨મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળા પૈકીના ડાંગ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાને જિલ્લા વહીવટી તંત્રે આખરી ઓપ આપી દીધો છે. ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા ખાતે આગામી તા.૨૪મી ફેબ્રુઆરી એ ડાંગ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો યોજાઇ રહયો છે. જેના અનુસંધાને જિલ્લાના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓએ તેમના હસ્તકની કામગીરીને આખરી ઓપ આપી દીધો છે. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ રહેલી આ અંગેની શ્રેણીબદ્ધ બેઠકોમા કલેકટર ભાવિન પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, અમલીકરણ અધિકારીઓને ઝીણવટભર્યું માર્ગદર્શન આપી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, આહવા સ્થિત સરકારી માધ્યમિક શાળા ખાતે તા.૨૪/૨/૨૦૨૨ ના રોજ સવારે ૯ વાગ્યાથી ડાંગ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો શરૂ થનાર છે. જેને લઈને સંબંધિત વિભાગો છેલ્લા બે સપ્તાહથી કામગીરીમા જોતરાયા છે. આજે યોજાયેલી બેઠકની કાર્યવાહી, નિવાસી અધિક કલેકટર પદ્મરાજ ગાવિત, પ્રાયોજના વહીવટદાર કે.જે.ભગોરા તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જોશીએ સંભાળી હતી.

Related posts

Leave a Comment