” બાળ લગ્ન ન કરવા મનાઈ હુકમ આપતી ગઢડા કોર્ટ કાયદાના અમલમાં કોર્ટની કડક કાર્યવાહી “

હિન્દ ન્યુઝ, બોટાદ

        નાની ઉંમરે કુમળી બાળકોના લગ્ન તેઓના વાલીઓ દ્રારા કરવા માટે આયોજન કરવામાં આવતું હોય છે આવી એક બાળ લગ્નની ફરિયાદ મળતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી બોટાદની કોર્ટ સમક્ષ બાળ લગ્ન અંગેની મનાઈ હુકમ માટેની અરજીની સુનવણી ૧૯/૦૨/૨૦૨૨ના કરવામાં આવી હતી ૨૦/૦૨/૨૦૨૨ના રોજ જનડા મુકામે યોજાનાર સમૂહ લગ્નમાં એક દીકરીના નાની ઉંમરે લગ્ન કરી દેવાના છે તેવી ફરિયાદ મળતા તપાસ કરતા આધાર પુરાવાઓ જોતા દીકરીની ઉમર બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ-2006 મુજબ ૧૮ વર્ષ કરતા નાની જણાતા જયુડીશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ ગઢડાની કોર્ટમાં મનાઈ હુકમ માટેની દાદ માગતી અરજીની સુનાવણી દરમ્યાન ૧૯.૦૨.૨૦૨૨ના રોજ બંને પક્ષોને સાંભળી થનાર લગ્ન બાળ લગ્ન હોય એવું કોર્ટને જણાતા બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમની કલમ 13 મુજબ જયાં સુધી બાળકીની ઉમર પુખ્ત વય ની લગ્ન માટે કાયદાની દ્રષ્ટિએ માન્ય ન થાય ત્યાં સુધી લગ્ન ન કરવા અંગે દીકરીની માતા,માસા તેમજ સમૂહ લગ્ન કમિટીને મનાઈ હુકમ ફરવામાં આવેલ.આ મનાઈ હુકમના ઉલંઘન કરવા બદલ ૨ વર્ષની સખત કેદની સજા અને એક લાખ રૂપીયાઓના દંડની જોગવાઈ કાયદામાં કરેલ છે તેમ બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment