હિન્દ ન્યુઝ, ભાવનગર
આગામી ફેબ્રુઆરી/૨૦૨૨ – માર્ચ/૨૦૨૨નાં માસ દરમિયાન તા.૨૪/૦૨/૨૦૨૨નાં રોજ કાલાષ્ટમી, તા.૨૬/૦૨/૨૦૨૨નાં રોજ સ્વામી દયાનંદ સરસ્વતી જ્યંતિ, તા.૨૮/૦૨/૨૦૨૨નાં રોજ મોરારજી દેસાઇ જ્યંતિ, તા.૦૧/૦૩/૨૦૨૨નાં રોજ મહા શિવરાત્રી, તા.૦૪/૦૩/૨૦૨૨નાં રોજ રામકૃષ્ણ પરમહંસ જ્યંતિ, તા.૧૬/૦૩/૨૦૨નાં રોજ ઢેબરા તેસર, તા.૧૮/૦૩/૨૦૨૨નાં રોજ હોળી, તા.૧૯/૦૩/૨૦૨૨નાં રોજ ધુળેટી તથા તા.૨૧/૦૩/૨૦૨૨નાં રોજ છત્રપતિ શિવાજી જ્યંતિ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર લઇને હરે ફરે નહિ તે માટે પ્રતીબંઘિત ફરમાવતુ જાહેરનામું જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારૂં બહાર પાડવુ જરૂરી જણાતાં અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપર મુજબનાં પ્રાણઘાતક હથિયારો સાથે રાખવા પર પ્રતિબંધ મુક્તુ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામું તા.૨૩/૦૩/૨૦૨૨ સુઘી અમલમાં રહેશે. આ જાહેરનામાંનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વઘુમાં વઘુ એક વર્ષની કેદની સજા અને ગુજરાત પોલીસ અઘિનિયમ- ૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબની દંડની સજા થશે.
