હિન્દ ન્યુઝ, સુરત
સ્માર્ટ ગણાતા સુરત શહેર ના પોશ વિસ્તાર એવા ચોક બજાર પાસે આવેલ શનિવારી માર્કેટની બાજુમાં આવેલ ગાંધી બાગ એસએમસી નો મોટામાં મોટો ગાર્ડન આવેલ છે જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો આવેલા છે ખાસ કરીને વાત કરીએ તો આ ગાર્ડનની અંદર ચંદનના વૃક્ષો પણ આવેલ છે જેમાં તારીખ 25 જાન્યુઆરીના રાત્રે અજાણ્યા ઇસમો દ્વારા ચંદનના વૃક્ષ ને કાપીને લઈ ગયા છે આ ગાર્ડન ની અંદર નાઇટમાં પાંચ વોચમેન ડ્યુટી ઉપર રહે છે તે દરમિયાન પોલીસનું પણ રાત્રી પેટ્રોલીંગ ચાલુ હોય છે ત્યારે આ પ્રકારની ચોરી ઉપર મોટા સવાલો ઉભા થઇ રહ્યા છે ચાર દિવસ ચોરી થવા છતાં કોઈ નિશાન મળ્યા નથી.
રિપોર્ટર : ઘનશ્યામ બારોટ, સુરત