ભચાઉ શહેર તેમજ ભચાઉ તાલુકાના ૧૧ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, ભુજ

ભુજ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર ભચાઉ તાલુકાના સામખીયારી ગામે ઓસવાલવાસ, રામમંદિર પાસે ઘર નં.૧ થી ૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારી ગામે ક્રિષ્નાનગરમાં શેરી નં.૧ માં ઘર નં.૧ થી ૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારી ગામે ક્રિષ્નાનગરમાં શેરી નં.૨ માં ઘર નં.૧ થી ૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારીગામે ઓસવાલ વાસ, હનુમાન મંદિર પાસે ઘર નં.૧ થી ૪ સુધી, ભચાઉ નગરપાલીકાના પીજીવીસીએલ ઓફીસ પાછળના વિસ્તારમાં ઘર નં.૧ થી ૩ સુધી, ભચાઉ નગરપાલીકાના પાશ્વ સીટી વિસ્તારમાં ઘર નં.સી –૧૬ નો વિસ્તાર સુધી, ભચાઉ ગામે જેકવાર કોલોની, નવાગામ વિસ્તારમાં ઘર નં.૧ થી ૪ સુધી, તા. ૨૪/૧/૨૨ સુધી, ભચાઉ નગરપાલીકાના પટેલ બોડીંગમાં રૂમ નં.૧૩ થી ૧૪ સુધી, ભચાઉ તાલુકાના વાંઢીયા ગામે દુબરીયા વાસમાં ઘર નં.૧ થી ૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારી ગામે કામધેનુ કંપની કોલોનીમાં પર નં.૧૭ થી ઘર નં.૨૦ સુધી, ભચાઉ તાલુકાના નવી મોટી ચીરઈ ગામે દરબારગઢમાં ઘર નં.૧ થી ઘર નં. ૫ સુધી, તા. ૨૫/૧/૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભચાઉ-કચ્છ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ પી.એ.જાડેજા દ્વારા ફરમાવેલ છે.

Related posts

Leave a Comment