તા. ૧૯ જાન્યુઆરી તેમજ ૨૦ જાન્યુઆરીએ યોજાનાર આધાર કાર્ડ નોંધણી કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ
હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવનીના અમૃત મહોત્સવ અંતર્ગત સરકારશ્રીની વિવિધ ફલેગશીપ યોજનાઓના સઘન અમલીકરણ અન્વયે બોટાદ જિલ્લામાં આધાર નોંધણી સુધારણામી કામગીરી અંતર્ગત બાકી રહેલ રહીશોની નોંધણી કરવા માટે આધાર નોંધણી કેમ્પનું આયોજન હાથ ધરી બાકી રહેલ દિવ્યાંગજનોની કેમ્પ મોડથી નોંધણી કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુચારૂ આયોજન હાથ ધરવામાં આવનાર છે. બોટાદ જિલ્લામાં દિવ્યાંગજનને આધાર નોંધણી માટે તા.૧૯/૦૧/૨૦૨૨ ના રોજ બોટાદ સ્થિત આસ્થા ચેરીટેબલ સંસ્થા ખાતે તથા ગઢડા સ્થિત તાલુકા સેવા સદન ગઢડા ખાતે તેમજ તા.૨૦/૦૧/૨૦૨૨ ના રોજ બરવાળા સ્થિત તાલુકા સેવા સદન બરવાળા ખાતે તથા રાણપુર સ્થિત તાલુકા સેવા સદન રાણપુર ખાતે સવારે ૯-૦૦ કલાકથી બપોરના ૧૪-૦૦ કલાક સુધી આધાર નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે જેથી તમામ દિવ્યાંગજનોને કેમ્પનો વધુને વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે તેમજ કેમ્પમાં હાજર રહેનાર લાભાર્થીઓએ માસ્ક ફરજિયાત પહેરીને આવવાનું રહેશે તથા સામાજિક અંતર જાળવવાનું રહેશે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ