લાખણીના મેમણ જુનેદભાઈ ફારુકભાઈ જસરાવાળા મેમણ સમાજ નું નામ રોશન કર્યું

હિન્દ ન્યુઝ, લાખણી

લાખણી ના મેમણ સોસાયટી માં રેહતા અને મૂળ જસરા ના વતની મેમણ જુનેદભાઈ ફારુકભાઈ જસરા વાળા તેમને ચાલુ સ લેવાયેલ નીટ ની પરીક્ષા માં ૮૪% PR. રેન્ક મેળવી લાખણી મેમણ સમાજ નું નામ તથા જે. ટી. સાયન્સ સ્કુલ ડીસા ના સ્ટાફ તથા સ્કોલર સ્કુલ હિંમતનગર નું નામ રોશન કર્યું, તેમના પિતા ફારુકભાઈ મેહનત કરીને પોતાના છોકરા ને આગળ લઈ જવા ઈચ્છા વ્યક્ત કરી અને દિન ની સાથે આગળ ડોક્ટર બનાવી દેશ અને સમાજ નું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી. જુનેદ અગાઉ પણ ધો.૧૦ માં ૯૫% PR. અને ધો.૧૨ સાયન્સ માં ૯૧% PR. મેળવી લાખણી મેમણ સમાજ માં નામના મેળવી આગળ પોતાનું સ્વપ્નું પૂરું કરવા વિદેશમાં ડોક્ટર બનવા જઈ રહ્યા છે. પોતાના માતા-પિતા તથા દાદા-દાદી તથા ઘરના સભ્યો ની આશીર્વાદ થી બધાનું સ્વપ્નું પૂરું કરે એવી શુભકામના.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment