હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા
રક્તદાન એ મહાદાન માં ગણવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા શહેરમાં રહેતા સલીમભાઇ ઇસ્માઇલભાઈ ઘાંચી લક્કી અત્તર વાળા જેઓ ઘણા લાંબા સમયથી રક્તદાન દાતા ઓ ના પેરિત કાર્યોમાં સાથ સહકાર આપી રહ્યા છે જેમજે સરકાર દ્રારા 108 ની સગવડ તાત્કાલિક સારવાર માટે કરવામાં આવી છે એવી જ રીતે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ ની ટીમ 24 કલાક રક્તદાતા ના સંપર્ક માં રહે છે. હાલ જેઓ સોશિયલ મીડિયા ના માધ્યમ થી ગુપ ની રચના કરવામા આવી છે જ્યારે પણ કોઈ અકસ્માત સારવાર કે કોઈ પ્રસ્તુતિ સારવાર હોય જેમાં રક્તદાન ની જરૂર ઉભી થાય ત્યારે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ માં મેસેજ ફોર્વડ કરવાથી રકતદાતા ઓ રક્ત આપવા તૈયાર થઈ જાય છે.
શિયાળો ઉનાળો જે ચોમાસુ કોઈ પણ સમય હોય રક્તદાન આપવા નો પ્રવાહ ચાલુ રહે છે રોજ ની 5બોટલ ની આસપાસ બ્લડ બોટલ ની વ્યવસ્થા કરવી અને સારવાર દર્દીઓ ને જીવન નો બચાવ કરવો એ બહુ અમૂલ્ય પ્રદાન દાખવે છે. જ્યારે સલીમભાઈ અને એમની ટીમ ને આ કાર્ય ને ધ્રાંગધ્રા ના લોકો દ્રારા ખૂબ સારો પ્રતિસાદ અને અભિનંદન પણ આપવામાં આવેલ છે.
રિપોર્ટર : સલીમભાઈ ધાચી, ધ્રાંગધ્રા