હિન્દ ન્યુઝ, મહીસાગર
ફિટ ઇન્ડીયા ફિટ ગુજરાત સાયકલોથોન ઉજવણીના ભાગરૂપે ઇન્ચા.કલેકટર અને જિલ્લા વિકાસ અઘિકારી કે.ડી.લાખાણીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ વિભાગ મહીસાગર ઘ્વારા આજરોજ તા.૨૬.૧૨.૨૦૨૧ના રોજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આાવેલ જેને પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં અધિક નિવાસી કલેકટર એ.આઇ.સુથાર, જિલ્લા આરોગ્ય અધિકારી એસ.બી.શાહ, અર્બન હેલ્થ ઓફિસર શ્રીમતિ રીચા બંસલ અને આરોગ્ય વિભાગ કર્મચારીઓ તેમજ સ્થાનિક નગરજનો મળી અંદાજીત ૪૦ થી વઘુ વ્યકતિઓએ સાયકલ રેલીમાં ભાગ લઇ રેલીને સફળ બનાવેલ. સાયકલ રેલી જિલ્લા પંચાયત થી નિકળી પરશુરામ ચોક, ફુવારા પોલીસ ચોકી, માંડવી બજાર, અર્બન હેલ્થ સેન્ટર જરાતીવાડ, બસ સ્ટેશન થી કોટેજ હોસ્પીટલ ખાતે પૂર્ણ થઇ હતી. સ્વસ્થતા દ્વારા બિન ચેપી રોગોથી મુક્તિના સંદેશને ઉજાગર કરતા સાયકલ સવારોને સાંસદએ પ્રોત્સાહિત કર્યા હતા.
રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર