ભાવનગર જિલ્લાનાં ઔદ્યોગિક એકમોનાં પ્રશ્નો અંગેની બેઠક જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લાનાં ઉદ્યોગકાર મિત્રો તથા ઔદ્યોગિક એસોસિએશનને તા.૦૪/૦૧/૨૦૨૨ નાં રોજ બપોરે ૧૬-૦૦ કલાકથી કલેકટરની કચેરી, સભાખંડ ખાતે સ્વીફ્ટની બેઠક, મીઠાનાં અગરિયાઓની કલ્યાણકારી યોજના, ઔદ્યોગિક કાર્યવાહક સમિતિની બેઠક, વાઇબ્રન્ટ ગુજરાત -૨૦૨૨ બેઠક રાખવામાં આવેલ છે. આ મીટીંગમાં ઉદ્યોગનાં વિકાસને લગત તથા આંતરમાળખકીય સુવિધાઓને લગત પ્રશ્નો, ઉદ્યોગકારોનાં સરકારી કચેરીમાં પડતર પ્રશ્નોની ચર્ચા થનાર છે. તો આ સંબધિત પ્રશ્નો જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભાવનગરને નકલમાં તા.૨૯/૧૨/૨૦૨૧ સુધીમાં મોકલી આપવા જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભાવનગર દ્વારા જણાવાયું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment