ડભોઇ નગરપાલિકાના કમ્પ્લેન લેન્ડલાઈન નંબર બંધ હાલતમાં- ડિજિટલ ઇન્ડિયા ના ધજાગરા

હિન્દ ન્યુઝ, ડભોઈ

હાલમાં ડભોઇ નગરપાલિકાના કમ્પ્લેન નંબર ઝીરો (૦૨૬૬૩) ૨૫૭૩૪૨ છેલ્લા કેટલાક દિવસોથી બંધ હાલતમાં હોવાને કારણે ડભોઇ- દર્ભાવતિ નગરીના નગરજનોને પાણી, ગટર, અને લાઈટ સંબંધી કમ્પ્લેન કરવા માટે પાલિકાના પગથીયા સુધી ધક્કા ખાવાનો વારો આવ્યો છે. હાલમાં પ્રવર્તમાન સરકાર ડિજિટલ જમાનાની સાથે ચાલવાની વાતો કરે છે અને ડિજિટલ ઇન્ડિયા બનાવવા માટે અઢળક રૂપિયા નો ખર્ચ કરીને સવલતો ઉભી કરે છે ત્યારે ડભોઇ નગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ સરકારના આ સ્વપ્નો ને ડુબાડી રહ્યા હોય તેમ સાબિત થઇ રહ્યું છે. ડભોઇ નગરમાં વસતા સિનિયર સિટીઝન વ્યક્તિઓને પણ પાલિકા ને લગતી કંપનીનો કરવા માટે પાલિકાના પગથીયા સુધી જવા માટે રીક્ષા ભાડુ ખર્ચીને જવાનો વારો આવ્યો છે પરંતુ નગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી આ કમ્પ્લેન નંબર ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં જોવા મળ્યો છે અને આ લેન્ડલાઈન નંબર બંધ છે .તો શું આ નગરપાલિકાના વહીવટી અધિકારીઓ નગરને ડિજિટલ બનાવશે કે કેમ તેવી ચર્ચાઓ હાલમાં નગરમાં ચાલી રહી છે.

રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઈ

Related posts

Leave a Comment