માંગરોળ પત્રકાર સંઘના હોદ્દેદારો પ્રમુખ તરીકે જીતુ પરમાર, ઉપપ્રમુખ તરિકે નિતીન પરમાર ની બીનહરિફ વરણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, માંગરોળ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર સંઘની મિટિંગ મળી હતી. સર્કિટ હાઉસ ખાતે પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ની મળેલી આ મિટિંગમાં પત્રકાર સંઘના પ્રમુખ તરીકે જીતુ ભાઈ પરમાર, ઉપપ્રમુખ તરીકે નીતિનભાઈ પરમાર, સેક્રેટરી તરીકે નિલેશ રાજપરા, જોઈન્ટ સેક્રેટરી તરીકે કાસીબ શમાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ તમામ હોદ્દેદારોને ફૂલહાર પેહરાવી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ એક બીજાને સ્વીટ ખવડાવી ને અભિનંદન પાઠવવામાં આવ્યા. આ મીટીંગમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો એ હાજરી આપી હતી.

રિપોર્ટર : જેઠવા સોયબ, માંગરોળ

Related posts

Leave a Comment