થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ભારતીય બનાવટનો દારુ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

હિન્દ ન્યુઝ, થરાદ

મહે.આઈ.જી.પી જે આર મોથલીયા બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર, આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ હેડ.કોન્સ ઇશ્વરભાઇ, અરજણજી તથા અ.પો.કોન્સ પ્રકાશચંદ્ર, તથા ઓખાભાઈ તથા પ્રકાશભાઈ નાઓ થરાદ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કરબુણ કાચા રસ્તે તરફ થી એક બોલેરો ગાડી ભાપડી ગામ તરફ આવનાર છે જે હકીકત આધારે ભાપડી ગામ મા નાકાબંધી કરતા આ હકીકત વાળી બોલેરો ગાડી GJ.18.AM.1401 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 2316/- કિ.રૂ.2.01180 /- તથા બોલેરો ગાડીની કિ.રૂ.3,00,000/- તથા મોબાઈલ નંગ 01 કિં રૂપિયા 500/-મળી એમ કુલ મુદામાલ કિ.રૂ.5,01680/- નો મુદ્દામાલ મળી આવતા ગાડી ચાલક જગાજી રતાજી રાજપુત રહે થરાદ તથા દારૂ મંગાવનાર હચો ઉર્ફે નરસિંહભાઈ હેમરાજભાઈ રબારી તથા જગતાભાઈ ધનાભાઇ રબારી રહે. વજેગઢ થરાદ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment