વડાલી ની ભંડવાલ હાઈસ્કૂલ માં નવરાત્રી મહોત્સવ ઉજવાયો

હિન્દ ન્યુઝ, વડાલી

વડાલી તાલુકા ના ભંડવાલ ગામે પી.આર.પટેલ હાઈસ્કૂલમા પ્રાથમિક અને માધ્યમિક શાળા ના બાળકો નો નવરાત્રી મહોત્સવ ઉજવાયો. જેમાં માધ્યમિક સ્કૂલ પંકજભાઈ પટેલ તેમજ સ્ટાફ, પ્રાથમિક શાળાના આચાર્ય યોગેશભાઈ પટેલ તેમજ સ્ટાફ ની સાથે વિદ્યાર્થી મિત્રો અને બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો અને નાના ભૂલકાઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા અને મજા માણી હતી. ગામનાં નરેશભાઈ સરપંચ, વડાલી માર્કેટયાર્ડ ડિરેક્ટર અને ભંડવાલ SMC પ્રમુખ એવા યુવાન નરેશભાઈ પટેલ તરફથી સ્કૂલ ના તમામ 450 જેટલા બાળકોને નાસ્તો કરાવ્યો હતો. આમ તાલુકા ની ભંડવાલ ગામ ની હાઈસ્કૂલ માં તમામ બાલિકાઓ સાથે વિધાર્થી ભાઈઓ બહેનો ગરબે રમ્યા. આમ સ્કૂલ માં નવરાત્રી ની ઉજવણી પૂર્ણ થઈ હતી.

રિપોર્ટર : વિશાલ ચૌહાણ, વડાલી

Related posts

Leave a Comment