ભાવનગર જિલ્લામાં આગામી દિવસોમાં ગણેશ ઉત્સવની ઉજવણીનાં પ્રસંગ અંગે જરૂરી સૂચનો અંગેનું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, હિન્દ ન્યૂઝ

હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ covid-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. સરકારશ્રીના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ , ગાંધીનગર દ્વારા તેમના જાહેરનામાથી ધી ગુજરાત એપીડેમીક ડીસીઝ covid-19 રેગ્યુલેશન્સ ૨૦૨૦ જાહેર કરેલ છે. આ બાબતે covid-19 નું સંક્રમણ રોકવાના વિશેષ પગલાંઓ લેવાના ભાગરૂપે ગુજરાત સરકારના ગૃહ વિભાગના સંદર્ભના હુકમથી સમગ્ર રાજ્યમાં અમલવારી માટેની ગાઈડલાઈન જાહેર કરેલ છે.

જે અંતર્ગત બી.જે. પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ (૯૭૪ નો બીજો) ની કલમ -૧૪૪ થી મળેલ અધિકારની રૂઈએ આગામી તા.૧૯/o૯/૨૦૨૧ ગણેશ મહોત્સવ સુધીના સમયગાળા માટે ભાવનગર શહેર તથા જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે હુકમ ફરમાવામાં આવેલ છે.

જેમાં જણાવ્યા અનુસાર સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફૂટની જ્યારે ઘરમાં મહત્તમ ૨ ફૂટની ગણેશ મૂર્તિનું સ્થાપન કરી શકાશે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ/મંડપ શકય તેટલો નાનો રાખવાનો રહેશે. આયોજકો દ્વારા પંડાલ/મંડપમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાય તે હેતુથી યોગ્ય અંતરે ગોળ કુંડાળા કરીને દર્શનની વ્યવસ્થા કરવાની રહેશે. સાર્વજનિક ગણેશ ઉત્સવનાં સ્થળોએ માત્ર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે. અન્ય કોઈ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાના રહેશે નહી. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ ૧૫ વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફત સ્થાપન અને વિસર્જન કરી શકાશે. ધર પર સ્થાપન કરવામાં આવેલ ગણેશજીનું વિસર્જન ધરે જ કરવામાં આવે તે વધારે હિતાવહ રહેશે. સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલ નજીકના કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહશે. સ્થાનિક સત્તા મંડળે ગણેશ વિસર્જન માટે શક્ય તેટલી વધારે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવાના રહેશે. જેથી કોઈ એક જ સ્થળે ભીડ એકત્રિત થાય નહીં. ગણેશ મહોત્સવના તહેવાર સંદર્ભે તા.૦૯ ૦૯.૨૦૨૧ થી તા.૧૯.૦૯.૨૦૨૧ દરમિયાન ભાવનગર શહેરમાં રાત્રિ કફર્યું રાત્રિના ૧૨.૦૦ વાગ્યાથી લાગુ થશે. જયારે ગણેશ પંડાલ/મંડપમાં રાત્રિના ૧૧:૦૦ સુધી જ દર્શન ચાલુ રાખી શકાશે. આ હુકમનો ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ (સને ૧૮૬૦ ના ૪૫ માં અધિનિયમ) ની કલમ -૧૮૮ ની જોગવાઈઓ મુજબ સજા થશે. હુકમના અમલ અને તેના ભંગ બદલ પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડ કોન્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment