હિન્દ ન્યુઝ, થરાદ
સોની બજાર ના વેપારીઓ ની મીટિંગ મળી હતી. જેમાં બેઠક ની શરૂઆતમાં સોની બજાર ના અવસાન પામેલ બે સભ્યો રમેશભાઈ સોની અને અમરતલાલ સોની ને એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. એ પછી પૂર્વ પ્રમુખ દ્વારા નવા પ્રમુખ નું નામ સૂચન કરવાનું કહેવામાં આવતા ત્યાં ઉપસ્થિત દરેક વેપારીઓ એ એક સાથે પ્રકાશભાઈ સોની નું નામ સૂચન કરતાં સર્વે સન્મતિ થી પ્રકાશભાઈ સોની જે અત્યારે ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે તેઓને સોની બજાર ના પ્રમુખ તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી હતી. પ્રમુખ ની વરણી બાદ સોની એસોસિએશન ની આખી ટીમ ની રચના આ મુજબ કરવામાં આવી હતી.
પ્રમુખ તરીકે પ્રકાશભાઈ સોની, ઉપપ્રમુખ સેવંતીલાલ સોની, મંત્રી રાજુભાઇ સોની અને દિનેશભાઈ સોની, ખજાનજી યોગેન્દ્રભાઇ સોની અને કારોબારી સભ્યો મા ધાર્મિકભાઈ સોની, ભરતભાઈ સોની, મનોજભાઈ સોની, દિપકભાઇ સોની, રાજુભાઇ સોની, હસમુખભાઇ સોની, મનોજભાઈ સોની ની નિયુક્તિ કરવામાં આવી હતી. સોની એસોસિએશન ના તમામ વેપારીઓ એ આખી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ