ખંભાળિયામાં હિન્દુ સેના નો સ્થાપના દિવસ ઉજવાયો

હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા

દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં જામ ખંભાળિયામાં ધર્મને કામ ને લઇ હિન્દુ સેના કાર્યરત હોય ત્યારે સંઘર્ષમય અને સંગઠન લક્ષી કાર્યો સાથે દેશના પડકારો સામે રાષ્ટ્રના પડકારો સામે લડવા માટે હંમેશા તત્પર રહેનારી અને જેમનું ઉદભવ જ પડકારથી એટલે કે ધર્મ ના કામ માટે લડી લેવા ની તૈયારી સાથે થઈ હોય તેવી હિન્દુ સેના ની 10 ઓગસ્ટ 2011 થી શરૂઆત થઇ હતી. જેમનો અગિયારમા સ્થાપના દિવસે જામ ખંભાળિયાના હિન્દુ સેના સૈનિકો નિલેશ શુક્લ, તપન શુક્લ, કિશન ગોહેલ, શક્તિ ગઢવી, રાહુલ નલ્લાવર, નિલેશ ઘેડિયા સહિતના સૈનિકોએ એકબીજાના મીઠા મોઢા કરાવી, રાષ્ટ્ર કામ તેમજ ધર્મ કામ માટે સંકલ્પ સાથે 11 મો સ્થાપના દિવસ ઉજવ્યો.

Related posts

Leave a Comment