આજે ભાવનગર ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં “યુવા શક્તિ દિન”ની ઉજવણી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

                 રાજ્યનાં યુવાનોને કૌશલ્યવાન બનાવી રોજગારીની તકો પુરી પાડવાં માટે રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે. તેને અનુલક્ષીને આવતીકાલે મહાનગરપાલિકા કક્ષાનો અટલ બિહારી વાજપાઇ ઓપન એર થિએટર ખાતે “યુવા શક્તિ દિન” (રોજગાર દિવસ)નો કાર્યક્રમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાશે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર યોગેશ નીરગૂડે અને જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જીલોવા ઉપસ્થિત રહેશે. આ સિવાય જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બંધન પાર્ટી પ્લોટ, સિહોર ખાતે યોજાશે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન રાજ્ય સરકારને પાંચ વર્ષ થયાનાં ઉપલક્ષ્યમાં તા.૯ ઓગષ્ટ સુધી યોજાનાર વિવિધ લોક કલ્યાણનાં કાર્યક્રમો અંતર્ગત આવતીકાલે રાજ્યભરમાં યોજાનાર મેગા જોબફેર નિમિતે ૫૦ હજાર યુવાનોને રોજગારીનાં નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત રોજગારી માટેના વેબ પોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશનનું પણ લોંચિગ કરવામાં આવશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment