વલસાડ,
હાલ કોરોનાની મહામારી મા 2જા રાઉન્ડનું લોક ડાઉન 3 તારીખ સુધી લંબાવવામાં આવ્યું હતું. પરંતુ રાજ્ય તથા દેશ મા કોરોના કેસમાં વધારો અને પરિસ્થિતિ જોતા લોકડાઉન 17 મેં સુધી લંબાવવામાં આવ્યું છે. ત્યારે આમ રોજ કામ કરીને પેટિયું રડીને ખાનારા ગરીબ આદિવાસી પરિવારોની હાલત ગંભીર બની છે. ત્યારે આવી પરિસ્થિતિમા અવાર નવાર અનેક સંસ્થાઓ તથા સંગઠનો આગળ આવ્યા છે.
આમ એવાજ એક સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત વલસાડ – યુનિટ 2 વલસાડ ધરમપુર કપરાડા ની ટીમ દ્વારા માંડવા ઓઝરડા દિક્ષલ, નારવડ વડસેટ 116 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાળ-ચોખા, મગ, મીઠું-મરચું, મસાલો તથા હાથ ધોવા માટે સાબુ જેવી ઘરગથ્થુ વપરાશની ચીજો નીતિ તૈયાર કરી આપવામાં આવી હતી.
હમ સમાજના આગેવાનો માં વલસાડ યુનિટ ગમનભાઈ ની પ્રેરણાથી સુમનભાઈ કેદારીયા વસંતભાઈ, સંજયભાઈ અને તેમની ટીમ તથા રાબડા ના માજી સરપંચ કાંતિલાલ પટેલ, ધરમપુર યુનિટ કમલેશભાઈ, અશોકભાઈ, વિજયભાઈ, પિયુષભાઈ, જ્યોત્સનાબેન કપરાડાની ટીમ ગમનભાઈ ગાવે, ડો. દિનેશભાઈ ખાંડવી, જયેન્દ્રભાઈ ગાવિદ, બચુભાઈ ભગરીયા, ધીરુભાઈ ઠાકરે, મણિલાલ આર.કે પટેલ, વિઠ્ઠલભાઈ, પ્રવીણભાઈ જેવો ઉદ્દેશ એ હતો કે
1. વયોવૃદ્ધ દંપતી જે આજે લોકડાઉન માં રોજગારી માટે ઘરની બહાર ન નીકળી શકે અને પૂરતો આનંદ મેળવી શકે તે પૂરું પાડવા
2. દુકાનનું સામાન બહાર લેવા જવું ન પડે અને આર્થિક ખર્ચમાંથી બચી શકે.
3. હાથ ધોવા સાબુની ઉપલબ્ધતા કરાઈ. દરેક લાભાર્થીને માસ્ક પુરા પાડ્યા
આમ ડૉ.દિનેશભાઈ ખાંડવી આદિવાસી સમાજને કોરોનાવાયરસ ની સાચી માહિતી સ્થાનિક ભાષામાં આપી હતી.
રિપોર્ટર : કૃતેશ પટેલ, વલસાડ