હિન્દ ન્યૂઝ, પાલનપુર
સંકલ્પ ફાઉન્ડેશન ના મુખ્ય ચેરમેન વિશાલભાઈ મોદી દ્રારા અલગ અલગ સામાજિક ક્ષેત્રે સમાજ સેવા અથૅવિંગ ના હોદેદારો ની યાદી જાહેર કરવામાં આવી. જેમા આર.ટી.આઇ. (નેશનલ) સંકલ્પ વિંગ ના ચેરમેન નીશીથ સીગાપુરવાળા ની ભલામણ થી યુવાન, જનલોક પ્રિય એવા પિયુષભાઇ ભાટિયા વાઇસ ચેરમેન તરીકે વરણી તથા અન્ય હોદેદારોની નિમણૂક કરવામાં આવી. પિયુષ ભાટીયા એ સર્વે પદાધિકારીઓ નો આભર વ્યક્ત કર્યો. જનતા તથા દરેક નાગરિકોએ પિયુષ ભાટીયા ને અભિનંદન આપ્યા, સાથે અપેક્ષા કરી કે આપ વાઇસ ચેરમેન ની જવાબદારી સંભાળી દરેક જનતા ને જ્યાં પણ જરૂર પડે ત્યાં ગમે તે સમયે ખડે પગે હાજર રહી, દરેક નાગરિક ને સેવામા હરહંમેશ તૈયાર રેહશો. આમ પિયુષ ભાટીયા એ પ્રમાણિકતા થી આ હોદ્દો સંભાળ્યો.
રિપોટર : સાધુ મહેશ્વર ,પાલનપુર