ભાવનગર
સંભવિત તૌઊતે વાવાઝોડાને કારણે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે સરકારી મેડીકલ કોલેજ, વડોદરા ના ઓર્થોપેડીક મદદનીશ પ્રાધ્યાપક અને રેસીડેન્સીની ટીમ તાત્કાલિક અસર થી પ્રતિનિયુક્ત કરાઈ. સંભવિત તોઉતે વાવાઝોડા ના પગલે સંભવિત આરોગ્ય સેવાઓ ને પોહ્ચી વળવા અગમચેતી રૂપે સરકારી મેડીકલ કોલેજ, વડોદરા ના ઓર્થોપેડીક મદદનીશ પ્રાધ્યાપક અને રેસીડેન્ટ ડોક્ટર ટીમ ને તાત્કાલિક અસર થી ભાવનગર ખાતે ફરજ બજાવવાના આદેશ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર શેહર ની સર.ટી.જનરલ હોસ્પિટલ ખાતે મદદનીશ પ્રાધ્યાપક ડો.બામણીયા દિવ્ય પ્રકાશ, ડો.ભાવસાર ચિન્મય પરેશ અને ડો.વિરાજ રાજેન્દ્રકુમાર પટેલ તેમજ ડો.ટીંબાવાડીયા વિરલ હરીલાલ અને ડો.પાંચીવાડા જીગર જયેશકુમાર ની તાત્કાલિક અસરથી ફરજો બજાવવા માં અધિક ન્યામ્ક, તબીબી શિક્ષણ અને સંશોધન દ્વારા આદેશ કરવામાં આવેલ છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી