મોડાસા રૂરલ પોલીસને વાહન ચેકીંગ દરમ્યાન કુલ કિ.રૂ.૧,૦૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડવામાં મળેલ સફળતા

હિન્દ ન્યૂઝ, મોડાસા

    પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક સંજય ખરાત અરવલ્લી-મોડાસા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ભરત બસીયા મોડાસા વિભાગ મોડાસા નાઓના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા તેમજ શોધવા સારૂ વાહન ચેકીંગ/પેટ્રોલીગ રાખવા સુચના આપેલ જે અન્વયે એમ.બી.તોમર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી હકિકત મળેલ કે એક કાળા કલરની પલ્સર મોટર સાયકલ નંબર જી.જે.૩૧.એમ.૬૫૧૫ ની ઉપર બે ઇસમો ભારતીય બનાવટનો વિદેશીદારૂ લઇ કુશ્કી બાજુ થઇ દધાલીયા ગામ તરફ જનાર છે. જે હકિકત આધારે દધાલીયા ગામની સીમમાં નાકાબંધીમાં હતા દરમ્યાન કાળા કલરની પલ્સર મો.સા. નંજી.જે.૩૧.એમ.૬૫૧૫ આવતાં મો.સા.ના ચાલક ભુપેન્દ્રભાઇ બાબુભાઇ ખાંટ(ચૌહાણ) રહે.ઉમેદપુર (દધાલીયા) તા.મોડાસા જી.અરવલ્લી તથા સદરી મો.સા.ની પાછળ બેઠેલ ઇસમ કલ્પેશભાઇ અમીચંદભાઇ ચૌહાણ ઉ.વ.૨૨ રહે.નવા વડવાસા તા.મોડાસા જી.અરવલ્લી નાઓને ઉભા રાખી ચેક કરતાં તેઓએ વચ્ચે રાખેલ વિમલના થેલામાંથી અલગ અલગ માર્કાની ભારતીય બનાવટની વિદેશી ઇંગ્લિશ દારૂની બોટલો નંગ-૩૬ કિં.રૂ.૧૮,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ ની કિં.રૂ.૧૦,૦૦૦/- તથા મો.સા.ની કિં.રૂ.૮૦,૦૦૦/- મળી કુલ રૂ,૧,૦૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૮૮૦૦૮૨૧૦૩૧૯/૨૦૨૧ ધી ગુજરાત પ્રોહી એકટ ક.૬૫એઇ,૧૧૬બી,૯૮(૨),૮૧ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીમાં (૧) ભુપેન્દ્રભાઇ બાબુભાઇ ખાંટ(ચૌહાણ) રહે.ઉમેદપુર(દધાલીયા) તા.મોડાસા જી.અરવલ્લી (૨) કલ્પેશભાઇ અમીચંદભાઇ ચૌહાણ રહે.નવા વડવાસા તા.મોડાસા જી.અરવલ્લી તેમજ 
વોન્ટેડ આરોપીમાં (૩) વિજયભાઇ ધુળાભાઇ પરમાર રહે.જીતપુર(કુડોલ) તા.મોડાસા જી.અરવલ્લી. કામગીરી કરનાર કર્મચારીઓ માં

(૧) એમ.બી.તોમર ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન

(૨) અ.હે.કો દિલીપભાઇ રામાભાઇ બ.નં.૩૪ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન

(૩)અ.હે.કો મેહુલકુમાર કાનાભાઇ બ.નં.૫૮૫ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન

(૪)અ.હે.કો જગદિશભાઇ કુબેરભાઇ બ.નં.૩૪૦ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન

(૫)અ.લો.ર ભગીરથસિંહ ઇન્દ્રજીતસિંહ બ.નં.૦૩૬૭ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન

(૬)અ.લો.ર જયેશભાઇ લાલાભાઇ બ.નં.૦૪૭૫ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન

રિપોર્ટર : પઠાણ મુન્ના ખાન મોડાસા*

Related posts

Leave a Comment